બીજા તબક્કામાં 3L ફોર્મ્યુલાને રખાશે ધ્યાનમાં!વાંચો વિસ્તારથી.....

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાની ઝડપમાં ઘટાડો દેખાતો નથી. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડેવિડ નાબરોએ જે સંકેત આપ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે લોકડાઉનને આગળના તબક્કામાં થોડીક ઢીલ મળશે. ભલે કોરોના વાયરસની ઉલટી ગણતરી શરૂ ના થઇ હોય પરંતુ એ નક્કી છે કે લોકડાઉનની ઉલટી ગણતરી શરૂ થઇ ચૂકી છે. તેના સંકેત ખુદ પીએમ મોદી દેશને સંબોધિત કરવા દરમ્યાન આપી ચૂકયા છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વાત પર જોર આપ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ખાસ દૂત ડેવિડ નાબરોએ કહ્યું કે બીજા તબક્કામાં બીમારીના પ્રસારણને રોકવાની કોશિષોની સાથો સાથ લોકોની આજીવિકા પણ સુનિશ્ચિત કરવી પડશે જેથી કરીને લોકોને ઓછું નુકસાન થાય.

•  જાન ભી અને જહાન ભી

‘જાન હૈ તો જહાન હૈ’, આ તો બધાએ સાંભળ્યું જ છે અને લોકડાઉનની સ્થિતિમાં ઘણા બધા લોકો આમ બોલતા દેખાય પણ છે, પરંતુ પીએમ મોદીએ કહ્યું હતું કે ‘જાન ભી ઓર જહાન ભી’ એટલે કે તેમનો કહેવાનો મતલબ હતો કે જીવ તો જરૂરી છે, પરંતુ જીવ માટે બાકી તમામ વસ્તુઓ પણ જરૂરી છે. ત્યારથી એ વાત પણ સામે આવી રહી છે કે 14 એપ્રિલના રોજ લોકડાઉન ખત્મ થયા બાદ કેટલાંય એવા કામ શરૂ થશે જેનાથી આર્થિક વિકાસ દર વધે.

•  WHOએ કરી 3L ફોર્મ્યુલાના સૂચન આપ્યા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 3L ફોર્મ્યુલાના સૂચવ્યા છે. જે લાઇફ, લાઇવલીહડ અને લિવિંગ છે. એટલે કે નાબરો એ કહેવા માંગે છે કે સરકારને જીવન, આજીવિકા અને જીવવાની પદ્ધતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પીએમ મોદીએ ફોર્મ્યુલાની વાત કહી નહોતી, પરંતુ ‘જાન ભી, જહાન ભી’ વાત કહીને ઇશારો આ જ કર્યો હતો.


‘ભવિષ્યમાં પણ વાયરસ માટે તૈયાર રહો’

સાથો સાથ તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં પણ વાયરસનો સામનો કરવાની જરૂર પડશે જ્યાં સુધી આપણે તેને મિટાવામાં સક્ષમ થઇએ નહીં. નાબરોએ આગળ કહ્યું કે અમે ભારતના લોકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ. અમારી પાસે ડિટેલમાં માહિતી નથી પરંતુ અમે સમજીએ છીએ કે લોકડાઉન દ્વારા કોરોનાના પ્રકોપને રોકી શકાય છે.

• લોકડાઉન 2.0 હશે નેકસ્ટ તબક્કો

આમ તો લોકડાઉન 2.0 એ તબક્કો હોય છે જ્યારે વધુ જોખમવાળા વિસ્તારોની ઓળખ કરાય છે. નાબરોએ કહ્યું છે કે આ લોકડાઉન પહેલા કરતાં વધુ સખ્ત બનાવતા તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને આંકડા એકત્ર કરવા પડશે. તાજેતરમાં પીએમ મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત થયા બાદ મનાય છે કે લોકડાઉન 14 એપ્રિલ બાદ પણ વધશે કારણ કે મોટાભાગના રાજ્યોની માંગણી આ જ રહી છે. જો કે ઓછા જોખમવાળા વિસ્તારો કે જ્યાં સંક્રમણ નથી ત્યાં આર્થિક વિકાસને રફતાર આપનાર કામ શરૂ થશે. તો જ્યાં વધુ જોખમ છે ત્યાં સખ્તી વધારાશે. જેમ કે દિલ્હી-એનસીઆરમાં ઘણા બધા સંક્રમણ ઝોન બનાવામાં આવ્યા છે અને ખૂબ વધુ કડકાઇ કરાઇ છે.


Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?