ગુજરાતમાં લૉકડાઉનના અમલ માટે 5 પેરામિલિટરી કંપનીઓ ફાળવવામાં આવી : DGP શિવાનંદ ઝા

રાજ્યમાં કોરોના પીડિતોના આંક 498 પહોંચ્યો ત્યારે લૉકડાઉનના કડક અમલને લઇને ગુજરાત પોલીસ દ્વારા સતત પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

• રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે DGP શિવાનંદ ઝાની પત્રકાર પરિષદ યોજી
• લોકડાઉનના અમલમાં પોલીસને સહકાર આપવા અપીલ છે

પોલીસવડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યને પેરામિલિટરીની 5 કંપની ફાળવવામાં આવી છે. આ સાથે લૉકડાઉનનો ચૂસ્ત અમલ થાય તેમ માટે રાજ્યની પોલીસ સતત કટિબદ્ધ છે. DGP શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, 5 પેરા મિલિટરી કંપની પૈકી 2 અમદાવાદ, 2 સુરત તથા 1 અમદાવાદમાં પેરામિલિટરી કંપની ફાળવવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસને મહત્વની કામગીરી શરૂ કરી છે. 8 પોલીસ ચોકી પર પોલીસ કડક ચેકિંગ કરી રહી છે. પોલીસ ચોકી પર ગામ અને શહેરમાંથી અવરજવર કરતા લોકોનું ચેકીંગ કરાઈ રહ્યું છે. ત્યારે આ તપાસની વીટીવી ન્યુઝે તપાસ કરી હતી. આ ચોકડી પર સૌરાષ્ટ્ર તરફથી આવતા અનેક વાહનોનું ચેકીંગ કરાયું હતું અને પોલીસને કામ વગર ફરતા હોય તેવા લોકો સામે આવતા તેમને સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા. આ ઉપરાંત પોલીસ આ તમામ લોકોને માસ્ક પહેરવાની સૂચના આપી છે.


ગુજરાતમાં 5 શહેરોમાં ક્લસ્ટર ક્ન્ટેન્મેન્ટ
અમદાવાદ સહિતના પાંચ શહેરના વિસ્તારોને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે. જે વિસ્તારો ચેપગ્રસ્ત છે તેને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર કન્ટેન્મેન્ટ એટલે કે 22 વિસ્તારને સંપૂર્ણરીતે લોકડાઉન કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઈરિસ્ક અને રોગના લક્ષણ ધરાવતા લોકોને સામેથી શોધીને તેમના રિપોર્ટ કઢાવી તેમની સારવારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં 22 વિસ્તારને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. જેમાં 98,401 એક લોકોને લોક કરવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?