શું સંક્રમિતોની સંખ્યા માં હજુ વધારો થઈ શકે? ભારતમાં સંક્રમિતો ની સંખ્યા પહોંચી ૨૩૦૦૦ ને પાર......


દેશમાં કોરોના કેસનો કુલ આંકડો વધીને 23,077 થયો છે. તેમાંથી સક્રિય કેસની સંખ્યા 17,610 છે, જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 718 લોકો મૃત્યુ પામ્યા છે. 4,749 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે


• કોરોના કુલ અત્યાર સુધી થયેલ કેસો 23,077

• 17,000 વધુ સક્રિય કેસ હતા, 718 લોકો મૃત્યુ પામ્યા હતા. 

દેશમાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા 23 હજારને વટાવી ગઈ છે. દેશમાં કોરોના કેસનો કુલ આંકડો વધીને 23,077 થયો છે. તેમાંથી સક્રિય કેસની સંખ્યા 17,610 છે, જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 718 લોકો મૃત્યુ પામ્યા છે. 4749 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અત્યાર સુધી અહીં 6430 કેસ નોંધાયા છે, જેમાં 283 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 789 લોકો સાજા થઈને ઘરે ગયા છે. દિલ્હીને પાછળ રાખીને ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે. અહીં અત્યાર સુધીમાં 2624 કેસ નોંધાયા છે, જેમાં 112 લોકોનાં મોત નીપજ્યાં છે

દિલ્હી ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં 2376 કેસ નોંધાયા છે, જેમાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી રાજસ્થાનનો નંબર આવે છે. અત્યાર સુધીમાં 1964 ની પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા છે, જેમાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે. મધ્યપ્રદેશ પાંચમાં નંબર પર આવી ગયું છે. અહીં અત્યાર સુધીમાં 1699 કેસ નોંધાયા છે, જેમાં 83 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પછી, તમિલનાડુમાં 1683 પોઝીટીવ કેસ થયા છે, જેમાં 20 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે અહીં દર્દીઓની સંખ્યા 1510 પર પહોંચી ગઈ છે, જેમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશના સાત રાજ્યોમાં દર્દીઓની સંખ્યા એક હજારથી વધુ છે.

આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં 895 કેસ (27 મૃત્યુ), આંદામાન અને નિકોબારમાં 22 કેસ, અરુણાચલ પ્રદેશમાં એક કેસ, આસામમાં 36 કેસ (એક મૃત્યુ), બિહારમાં 153 કેસ (2 મૃત્યુ), ચંદીગઢ માં 27 કેસ છે. છત્તીસગઢ માં 36, ગોવામાં 7, હરિયાણામાં 272 કેસ (ત્રણ મૃત્યુ) અને હિમાચલ પ્રદેશમાં 40 કેસ (એકનું મૃત્યુ) નોંધાયા છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 427 કેસ ( 5 મૃત્યુ), ઝારખંડમાં 53 કેસ ( 3 મૃત્યુ), કર્ણાટકમાં 445 કેસ (17 મૃત્યુ), કેરળમાં 447 કેસ ( 3 મૃત્યુ), લદ્દાખ 18 મણિપુરમાં 2 કેસ નોંધાયા છે. મેઘાલયમાં 12 કેસ (એકનું મોત), મિઝોરમમાં એક કેસ અને ઓડિશામાં 90 કેસ (એકનું મોત) છે.

પુડ્ડુચેરીમાં 7 કેસ , પંજાબમાં 227 કેસ (16 મૃત્યુ), તેલંગાણામાં 960 કેસ (24 મૃત્યુ), ત્રિપુરામાં 2 કેસ, ઉત્તરાખંડમાં 47 , પશ્ચિમ બંગાળમાં 514 કેસ (15 deaths મૃત્યુ) નોંધાયા છે.






Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

આખું વિશ્વ જયારે કોરોના થી પ્રભાવિત છે ત્યારે , ચીન બીજા દેશને મદદ કરવાને બદલે જુઓ શું કરી રહ્યું છે?....

નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!