CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?
ભારતમાં કેસો દરરોજ ધરખમ વધારો થાય છે. ત્યારે કેન્દ્ર સરકાર ધ્વારા ૩ મે સુધી નુ લોકડાઉન અપાયું છે.
• ભારતમાં કુલ કેસો આંકડો ૨૬૦૦૦ ને પાર પહોંચ્યો છે. ગુજરાત માં આંકડો ૩૦૦૦ ને પાર છે.
• ભારત સરકાર ના ગૃહમંત્રાલય ધ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કે નગરપાલિકા મહાનગરપાલિકા ની હદ ની બહારની નાની શોપ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
• ત્યારે ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા નિણૅય માં ફેરફાર કરીને રેડ ઝોન સિવાય ના તમામ વિસ્તારો માં નાની મોટી દુકાનો ખોલવાની છૂટ આપી છે.
• આજે મોટાભાગના દરેક જિલ્લામાં દુકાનો શરૂ થતાં લોકોનો વસ્તુઓ ખરીદવા માટે જમાવડો થયો હતો.
Safety અને social distancing નો અભાવ જોવા મળ્યો હતો.
• આજે વડોદરામાં bright school પાસે પણ શાકભાજી ફ્રુટ વાળાને ત્યાં કોઈએ નિયમનું પાલન કર્યુ નહોતું. પોલીસ ની ચોકી પાસ માં હોવા છતાં લોકડાઉન પુરુ થઈ ગયું હોય તેવા ચિત્રો દેખાયાં હતાં
• રુપાણી સરકાર દ્વારા લેવાયેલાં ના નિણૅય ને જનતા ધ્વારા વખોડયો હતો. તમામ લોકો ની એક જ વાત હતી કે ૧ મહિના ના લોકડાઉન પર પાણી ફેરવશે.
• આમ જો નિયમોનું પાલન નહિ થાય તો સંક્રમણ આવનારા દિવસોમાં વધી શકે. કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થઈ શકે.
• ઘણા બધા રાજયોએ લોકડાઉન ૧૬ મે સુધી લંબાવવાનો નિણૅય કરવામાં આવ્યો છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, એમ. પી, પંજાબ, ઓડિશા રાજયો લોકડાઉન વધારશે.
• ગુજરાત કરતાં ઓછા કેસ વાળા રાજયો પણ લોકડાઉન લંબાવાના હોય તો ગુજરાત તો ભારતમાં કોરોના ની સંખ્યા માં બીજા નંબરે છે. CM RUPANI નો નિણૅય કેટલો યોગ્ય?
• શું કેસોમાં વધારો થશે તો જવાબદાર કોણ? વધારે લોકો મોતને ભેટશે તો જવાબદારી રુપાણી સરકાર ની રહેશે?
• જનતા સમજે છે કે લોકડાઉન ૩ મે સુધી સંપૂર્ણ બંધ રાખો. તો સરકાર ને કેમ ઉતાવળ છે એ ખબર નથી પડતી?
• શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુ સૂત્ર "જાન હૈ તો જહાન હૈ" પર રુપાણી સરકાર નથી કરી રહી કામ?
• ગુજરાતમાં વુહાન, ઈટલી જેવી સ્થિતિ ઊભી થસે?
• આમ ભલે સરકાર ધવારા ઉતાવળો નિણૅય લેવામાં આવ્યો હોય પણ ' AapnuVadodara' અપીલ કરી રહયું છે.સાવચેતી રાખજો. સતર્ક રહેજો. ઘરે રહેજો.
- Nikunj patel(Aapnu Vadodara)
Comments
Post a Comment