સુરતમાં કોરોનાના 45 વર્ષીય મહિલા દર્દીનું ખુલ્યું ઈટલી કનેક્શન, સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ ક્વોરન્ટાઈન
ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ભારતમાં ચેપગ્રસ્તોની સંખ્યા હજારોમાં તો ગુજરાતમાં સેંકડોમાં છે. ચારેતરફ કોરોનાનો કેર છે, ત્યારે ઘાતક બની રહેલી આ મહામારીનાં સંક્રમણથી કેવી રીતે બચવું તેના માટે દરરોજ અનેક સંશોધનો થઈ રહ્યા છે. ત્યાર હાલ એવી કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં રાજ્યમાં કોરોના વાયરસમાં સંક્રમણ વિદેશોમાંથી થયું હોય તેવા અનેક કેસ સામે આવી રહ્યા છે.
હાલ કોરોના વાયરસને લઈને સુરતમાં દર્દીનું ઈટલી કનેક્શન ખુલ્યું છે. આ ઘટના ભારે ચર્ચામાં આવી છે. સુરતમાં કોરોનાના દર્દીનું ઈટલી કનેક્શન સામે આવ્યું છે. જેમાં સુરતના એક ઘરમાં કામ કરતા લતા જાવડે નામની મહિલામાં કોરોનાના લક્ષણો દેખાતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ભારે ચર્ચા થઈ રહી હતી કે ઘરકામ કરી રહેલા મહિલા બહેન લતા જાવડેનો રિપોર્ટ પોઝિટીવ કેવી રીતે આવ્યો.. હાલ તેને લઈને એક મોટો ખુલાસો થઈ ગયો છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સુરતના એક એનઆરઆઈના ઘરમાં લતા જાવડે નામની બહેન ઘરકામ કરી રહી હતા. તે ઘરમાં થોડા સમય પહેલા એક વ્યક્તિ ઈટલીથી આવ્યો હતો. સુરતમાં 25 ફેબ્રુઆરીએ એક વ્યક્તિ ઈટલીથી પરત ફર્યો હતો અને ત્યારબાદ ઘરકામની જરૂરિયાત જણાતા એક બહેનને રાખવામાં આવ્યા હતા. આ બહેનનું નામ લતાબેન છે, જે 22 માર્ચ સુધી ઘરકામ માટે તેમના ઘરે જતા હતા. તેવામાં ગુજરાતમાં કોરોના વાયરસે પોતાનો પ્રભાવ છોડવાનું શરૂ કર્યું હતું. ઈટલીથી આવેલા વ્યક્તિથી લતાબહેનમાં ચેપના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવામાં લાગી ગયું હતું.

આ ઘટનામાં ઘરકામ કરી રહેલા લતાબેનના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. લતાબેન છેલ્લે સરગમ શોપિંગ સેન્ટરમાં ઘરકામ કરતા હતા. લતાબહેનમાં કોરોનાના લક્ષણો જણાતા તેઓ 22 માર્ચથી પોતાના ઘરની બહાર નીકળ્યા નથી. આ 45 વર્ષીય મહિલા દર્દી મુખ્યમંત્રી આવાસમાં રહે છે.
બીજી બાજુ કોરોના વાયરસે હવે જ્યાં પોતાનો પ્રભાવ નહોતો તેવા વિસ્તારોમાં પણ પગપેસરો કર્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામમાં 5 વર્ષીય બાળકમાં લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયું છે. આરોગ્ય વિભાગે 10 ટીમો બનાવીને 2500 લોકોનો સર્વે કર્યો છે. બાળકના પરિવારનાં સંપર્કમાં આવેલા અન્ય લોકોને શોધીને તેમનો રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પાલનપુરનાં 55 વર્ષનાં સમાભાઇ ખેમાભાઈ પરમારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11મી એપ્રિલનાં રોજ 86 લોકોનાં રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Comments
Post a Comment