કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં 5 વર્ષના બાળક સહિત 55 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ સંખ્યામાં સતતવદારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 522 પર પહોંચી છે, આ સાથે રાજ્યમાં કુલ 25 લોકોનાં મોત થયા છે. ત્યારે હવે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નહોતો ત્યાંથી બે કોરોના પોઝિટવ કેસ સામે આવ્યાં છે. 

• બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ
• વાવના મીઠાવિચારણ ગામના 5 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ
• પાલનપુરના 55 વર્ષના વ્યક્તિને પણ કોરોનાની પુષ્ટી

આમ અત્યાર સુધી કોરોના પોઝિટિવનો એકપણ કેસ સામે ન આવેલા બનાસકાંઠામાંથી બે પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. આમ અત્યાર સુધી કોરોના જે શહેરોના વિસ્તારમાં જોવા મળતો હતો તે હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચેલો જોવો મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો વાવના મીઠાવિચારણ ગામના 5 વર્ષના બાળને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. આ સાથે પાલનપુરના 55 વર્ષના વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટી કરવામાં આવી છે.

વાવના મીઠાવીચારણ ગામમાં 5 વર્ષના બાળકને પોઝિટિવ

રાજ્યના બનાસકાંઠામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના એકપણ કેસ સામે આવ્યાં નહોતાં. ત્યારે હાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. વાવના મીઠાવીચારણ ગામના 5 વર્ષના બાળકમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. સુરતથી આવેલા આ 5 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળક 22 માર્ચથી ડીસામાં ખાનગી હોસ્પિટલમં સારવાર ચાલુ હતી.

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?