વાસદ ગામનું ગૌરવ આ યુવતી ને સાંસદ ધ્વારા અભિનંદન પાઠવ્યા. વધુ જુઓ....

• અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના દર્દી ઓની સારવાર કરતી વાસદ ગામ ની દિકરી ડો. કાજલ શાહ.


•  કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લીધું છે, તેમાંય અમેરિકાના ન્યૂયોર્ક ની સ્થિતિ વિશ્વમાં સૌથી કપરી છે, ત્યારે વાસદ ની દીકરી ડોક્ટર કાજલ પરેશભાઈ શાહ ન્યૂયોર્કના ક્વીન્સ ટાઉન સ્થિત Long Island Jewish Forest Hills હોસ્પિટલમાં હાલ કોરોના ગ્રસ્ત એડમિટ લગભગ ૩૦૦ની આસપાસ દર્દીઓની સારવાર દર રોજ ના ૧૨ થી ૧૪ કલાક , ક્યારેય ૨૪ કલાક ની ભારે જહેમત થી કરી રહી છે. 


• ઉપરોક્ત હોસ્પિટલમાં  ઇન્ટર્નલ મેડિસીન માં MD કરી રહી છે. ન્યૂયોર્કમાં હાલની વિકટ પરિસ્થિતિમાં પોતાની જાતની ચિંતા કર્યા વગર, જોખમી પરિસ્થિતિમાં સેવા આપવી એ આપણા માટે ગૌરવની વાત છે તથા સૌના માટે પ્રેરણારૂપ છે.વાસદના શ્રી મહાવીર પલ્સ મીલ નામે તુવેરની દાળના મિલમાલિક પરેશભાઈ શાહ તથા પારુલ બેન શાહ ની દીકરી ડોક્ટર કાજલે , બરોડા મેડિકલ કોલેજ, વડોદરા થી એમબીબીએસ પૂર્ણ કરી છેલ્લા ત્રણ વર્ષથી ન્યૂયોર્કમાં MD કરી રહી છે.

•  આણંદ ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તરફથી ડોક્ટર કાજલ ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ કે જેમને આ પરિસ્થિતિ માં દેશ નું નામ રોશન કર્યું છે તથા વાસદ ગામ નું ગૌરવ વધાર્યું છે.

(મિતેશભાઇ પટેલ) સાંસદ શ્રી આણંદ

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?