અમદાવાદ માં સ્થિતિ કેમ વધુ બગડી રહી છે? આવો જાણીએ શું કીધું વિજય નહેરા એ?.......
વિજય નહેરા પ્રેસ કોન્ફરન્સ કરીને ડેઈલી કોરોના સાથે સંકળાયેલ માહીતી આપતા હોય છે. ત્યારે હમણાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમદાવાદ માટે આવનારા ૧૪ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે.
• તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના સામે લડત માટે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં હોસ્પિટલ તૈયાર કરી દીધી હતી. વધારે બેડવાળી સુવિધાઓ થી સજજ હોસ્પિટલ ઊભી કરી હતી.
• તેમણે આગામી દિવસોમાં લાેકડાઉન પછી બધા લોકો પાછા પહેલાં ની ફરવા લાગશે ત્યારે ચેપ ફેલાવવાની શકયતા ખૂબ મોટી દેખાઈ રહી છે. ત્યારે તે માટે આપણે શું કરી શકીએ તે જાણ આપડાને હોવી જોઈએ.
• SOCIAL DISTANCING , ટોળાં ના થવું, mask પહેરવાનું તો આપણે કોરોના સામે લડી શકીશું. ૧૪ અઠવાડિયાનું લાેકડાઉન રાખીએ પરંતુ લાેકડાઉન નું પાલન ના કરીએ તો કોઈ મતલબ નું નથી. જો પાલન નહિ થાય તો સ્થિતી વણસી શકે છે.
• અમદાવાદમાં અત્યાર સુધી ૧૨૯૮ કેસ નોંધાયા છે. આમ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કીધું હતું કે ૨૩ ૨૪ તારીખ પછી કેસોમાં સાજા થવાની સંખ્યા વધશે. અત્યારે અમે વધારે મા વધારે ટેસ્ટિંગ થાય એવો પ્રયત્ન કરી રહયા છે.
• રેપિડ ટેસ્ટ કીટ પણ આવી ગઈ . તેનાથી પણ ટેસ્ટિંગ શરૂ કરી દીધા છે. જે વ્યક્તિ ઓ રોજિંદી જીવનજરૂરી વસ્તુઓ વેચી રહયા છે તે લોકો અને તેમના સંપર્ક માં આવેલા લોકોને mask પહેરવા અને સેનેટીઈઝર નો ઉપયોગ કરવા જણાવાયું છે. અમદાવાદ માં દરેક જગ્યાએ ટેસ્ટિંગ કરાશે.
• અમદાવાદ મહાનગરપાલિકા ની અગાઉ થી જ તૈયારી
- ૧ લાખ mask નો સ્ટોક પહેલેથી જ કરી લેવામાં આવ્યો હતો.
- કોરોના સામે લડત આપવી તે પણ ચર્ચા વિચારણા અગાઉ થી કરી દીઘી હતી.
- ૫૦૦૦ થી વધારે લોકો બહાર થી આવ્યા હતાં તેમનામાં થી અંદાજે ૭ લાખ થી વધારે લોકોને સંક્રમણ ફેલાયું હોત. પરંતુ અમે તે રોકવામાં સફળ થયા છે.
• અમદાવાદ માં કોટ વિસ્તારમાં મરકી થી આવેલા લોકો માં થી ચેપ ફેલાયો.
• અમે સામેથી જઈને કેસો શોધી રહયા છે જેથી કરીને કેસો વહેલી તકે મળે અને સંક્રમણ ઓછું ફેલાય.
Comments
Post a Comment