દેશભરમાં વધતા જતા હુમલા અંગે સરકાર કડક છે, જુઓ કેન્દ્રીય પ્રધાને શું એલાન કરયું?..
• કોરોના વાયરસને લઈને દેશમાં મહાજંગ ચાલુ છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો તેના જોખમને ઘટાડવામાં વ્યસ્ત છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની એક બેઠક મળી હતી.
• મંત્રીમંડળમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે દેશમાં આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાઓને સહન કરવામાં આવશે નહીં. આ અંગે સરકાર એક વટહુકમ લાવ્યો છે, જે હેઠળ આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો કરનારાઓને કડક સજા આપવામાં આવશે.
• વધુ માં મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે ઘણા સ્થળોએ ડોકટરો વિરુદ્ધ હુમલાની માહિતી આવી રહી છે, સરકાર તેમને સહન કરશે નહીં. સરકારે આ અંગે વટહુકમ લાવ્યો છે.
• 123 વર્ષ જુના કાયદામાં ફેરફાર કરતી વખતે ડોકટરો પર હુમલો કરવો સહન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગંભીર કેસોમાં હુમલાખોરોને 6 મહિનાથી 7 વર્ષની સજા થઈ શકે છે. આવા કેસોમાં 1-5 લાખ સુધીનો દંડ થશે. હુમલો કરનારાઓ પાસેથી બજાર દર કરતા બમણા કાર અથવા ક્લિનિકના નુકસાનનો ચાર્જ લેવામાં આવશે.
Comments
Post a Comment