બાપ રે! કોરોનાએ પાકિસ્તાનમાં ખબલબી મચાવી, આ મામલે આખી દુનિયાનો રેકોર્ડ તોડી નાંખ્યો

પાકિસ્તાન તરફથી કોરોના વાયરસને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. અહીંના સિંધ પ્રાંતમાં, એક જ દિવસમાં પરીક્ષણ કરાયેલા 20 ટકા કેસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જે વિશ્વમાં સૌથી વધુ સરેરાશ છે. આ ભયાનક આંકડાનુ પરિણામ ઇમરાન ખાન અને સિંધના સીએમ સૈયદ મુરાદ અલી શાહની ચિંતા વધારી શકે છે અને તેમણે પ્રાંતના રહેવાસીઓને વધુ સાવચેતી રાખવા જણાવ્યું છે.

બીજી તરફ પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 254 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને મૃત્યુની સંખ્યા 86 થઈ ગઈ છે. લોકડાઉન પછી પણ આંકડા વધી રહ્યા છે. સિંધના સીએમ શાહે એક વીડિયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે, શુક્રવારે સવારે 8થી શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં 531 નવા ટેસ્ટ લેવામાં આવ્યા છે, જેમાં 104 પોઝિટીવ મળ્યા છે.

સીએમ શાહે કહ્યું, “આ ચિંતાનો વિષય છે અને સમાધાન ફક્ત સામાજિક અંતર અને લોકડાઉનનું પાલન કરવાથી જ થશે. શાહે કહ્યું કે, આ વખતે ટેસ્ટ કરવામાં આવ્યા એ કેસોમાં 20% કેસ પોઝિટીવ છે, તે વિશ્વમાં પોઝિટીવ કેસોમાં સૌથી વધુ સરેરાશ છે. આપણા પ્રાંતમાં પોઝિટીવ કેસોની સંખ્યા 1,318 થઈ ગઈ છે. શાહે પ્રાંતના રહેવાસીઓને ચેતવણી આપી હતી કે, લોકડાઉન સમાપ્ત થયા પછી પણ લોકોએ કાર્યસ્થળ, ઘરો અને જાહેર પરિવહનમાં સામાજિક અંતર રાખવું પડશે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 5,038 લોકોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે અને 86 લોકોની મોતની પુષ્ટિ થઈ છે.

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?