વાત કરીએ અમરેલી માં લોકડાઉન દરમ્યાન ચાલતાં રાહત રસોડા વિશે! પરેશ ધાનાણી નું અદભૂતકાર્ય!!!!!
• આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે માંન. પ્રધાનમંત્રી શ્રીના દેશ લોકડાઉનના નિર્ણયને આપણે બધા અનુસરીએ છીએ. પણ લોકડાઉનના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો ની આવક ઝીરો થઈ ગઈ છે. એને જીવન નિર્વાહ નહિ પણ "જીવ નિર્વાહ" કરવો પણ કઠિન થઈ ગયો છે.
• ત્યારે આવી કટોકટી ની પરિસ્થિતિમાં અમરેલીના ધારાસભ્ય અને નેતા વિપક્ષ શ્રી પરેશ ધાનાણી એ જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થાનું જે ભગીરથ કાર્ય આરંભ્યું છે એ ખરેખર પ્રસંસનીય છે. લોકડાઉન ના બીજા દિવસથી 2000 લોકો માટે રાહત રસોડું ચાલુ કર્યું અને આજે એ રાહત રસોડાનું ભોજન રોજના 45000 લોકોનું પેટ ઠારી રહ્યું છે. એ ખરેખર અમરેલી માટે ગૌરવની બાબત છે. સતં મુળદાસ બાપા અને ભોજલરામ બાપા અને જલારામ બાપાની ભૂમિ આજેય સત્પુરુષો વિનાની વાંઝણી નથી એ આજે સાબિત થઈ ગયું છે.
• રોજ 45000 હજાર થી વધુ લોકો ની રસોઈ બનાવી અને લોકોના ઘર સુધી,લોકોની થાળી પહોંચાડવા માટેની વાત છે અને આ કાંઈ નાની વાત નથી એ આપણે જાણીએ છીએ. આજ સુધી 4 લાખ લોકો સુધી આ સેવા પહોંચાડવાની ભગીરથ કામગીરી પૂર્ણ થઈ છે.
• એને હજી આ સેવા અવિરત ચાલુ છે. વધુ માં આવુજ રસોડું 4 દિવસથી દામનગર માં ચાલુ કર્યું આવતી કાલથી ખાંભામાં ચાલુ કરવાની પરેશ ભાઈ ની ઇચ્છા છે..
• આજે રાહત રસોડા માં કામ કરતા કાર્યકર્તાઓ અને અને એના પરિવાર જનોને ખરેખર વંદન છે. કારણ કે 22 દિવસ થી જે કાર્યકર્તાઓ સેવા આપે છે અને એ પણ પુરી નિષ્ઠા થી કોઈપણ જાતના સ્વાર્થ વગરએ અકલ્પનિય છે. જેટલી પ્રસંશા કરો એટલી ઓછી છે. ખરેખર આ તમામ કાર્યકર્તાઓ ને સેલ્યુટ છે.
• વધુમાં આ રાહત રસોડા માં પક્ષા પક્ષીથી પર રહી અને અમરેલીના ઘણાં રાજકીય આગેવાનોએ પણ મુલાકાત લીધી છે.અને ઘણા લોકોએ સહયોગ પણ આપ્યો છે.
અમરેલીના સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના સિનિયર મોસ્ટ કાર્યકર એવા ડૉ.કાનાબાર સાહેબ. આ બન્ને આગેવાનો રાહત રસોડાની મુલાકાત લઈ અને અને આર્થિક સહયોગ પણ આપ્યો જોકે આવી હકારાત્મક રાજનીતિ ના બનાવો ખૂબ ઓછા જોવા મળે છે.. ત્યારે સૌ કોઈ માનવતાનાં આ મહાયજ્ઞને બિરદાવી રહ્યા છે. જે ખરેખર અમરેલીની ધરતી નો પ્રભાવ કહો કે પરચો પણ આ એક હકીકત છે..
• આજે આપણે ફેસબુક મા ફલણો નેતા ક્યાં ગયો ? ફલાણા નેતા લોકોની સેવા કરવા નથી આવતા ને મત માગવા જ ખાલી આવે છે. આવી બધી કોમેન્ટ કરતા હોઈએ,ખરેખર આવી બધી કોમેન્ટો માં આપણે ખરેખર જે વ્યક્તિ સારું કામ કરે છે એને બિરદાવવાનું ભૂલી જઈએ છીએ. ખરેખર જે લોકો કામ નથી કરતા એના વિશે ટીકા કરવા કરતાં જે લોકો સારું કામ કરે છે એને બિરદાવવા એજ સમય ની માંગ છે.. પરેશ ધાનાણી સંકટ ની દરેક ઘડી માં લોકો વચ્ચે સાહજિકતા અને સરળતાથી આવે છેં અને પોતાની શક્તિ પ્રમાણે કોઈપણ જાત ની પક્ષાપક્ષી થી પર રહી સેવા કરવાનો અવસર ચુકતા નથી એ એમના દુશ્મનને પણ સ્વીકારવું પડે એવી વાત છે..
• મુલાકાત સમયે મેં મારી સગી આંખે એક પ્રસંગ જોયો અને એ મેં મારા જ કેમેરામાં કેદ કરી લીધો ... બન્યું એવું કે એક ગામડાં માંથી રીક્ષા આવી ભોજન લેવા ઉભી રહી.. અને એમાંથી એક આધેડવય ના વ્યક્તિ નીચે ઉતરતા પડી ગયા છીબુ ખખડવાનો આવાજ આવ્યો બધા દોડી ગયા અને એવા સમયે નજીક માં પરેશ ભાઈ પણ હતા એ દોડી ગયા, પોતે પેલા ભાઈ ને ઉભા કર્યા અને એના પગમા નસ ચડી ગઈ હશે કે કળ વળી ગઈ હશે એટલે પરેશ ભાઈ પોતે એના પગ દબાવી એની રગત્રગ સરખી કરવા પોતાના હાથે જ મહેનત કરી.
• કોઈપણ ના પગ દબાવવા એ સામાન્ય બાબત નથી અને આટલી ઊંચાઈ સુધી પહોંચેલા નેતાની આ સરળતા ખરેખર હૃદય ને સ્પર્શ કરી જાય છે. આ દ્રશ્ય મે મારી સગી આંખે જોયું ને ખરેખર હું પ્રભાવિત થયો. અને મને એમ થયું કે આજે મેં 2 કલાક નો સમય આ મુલાકાત માટે કાઢ્યો ને એક દ્રશ્યએ મારું આખા લોકડાઉનના સમયનું ફળ જાણે મળી ગયું હોય એમ લાગ્યું.
• સાચો નેતા સર્વગુણ સંપન્ન હોઇ દરેક વર્ગની લાગણીઓ અને સંવેદનાને ખરેખર સમજતો હોઈ દુઃખની ઘડીમાં ખભેખભો મિલાવી ને સાથે ઉભો હોઈ. અને એવી અનેક બાબતો પરેશ ઘાનાણીના વ્યક્તિત્વ મા સ્પષ્ટ જોઈ શકાય છે. ખરેખર પરેશ ભાઈ ની આ રાહત રસોડાની સંવેદનશીલ કામગીરી સતપંથી બનીને અનેક લોકોને પ્રેરણા આપી રહી છે.
• અમરેલી શહેર નીઆજુબાજુમાજ 30 હજાર જેટલા લોકો આ પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. ઘણા લોકો એવા છે કે જે વાસણ લઈને ભોજન પીરસતી ગાડી પાસે લાઇન માં ઉભા રહી શકતા નથી એને શરમ અને સ્વમાન ક્યાંક આડુ આવતું હોય શહેરમા એવા લોકો માટે ટિફિનની વ્યવસ્થા પણ અમરેલી મા જુદા જુદા સ્થળે કરવામાં આવી છે. આજે આપણે 11 વાગ્યા પહેલા કહીયે કે મારી આસપાસ 500 લોકો ને ભોજન ની જરૂરિયાત છે એટલે 5 વાગે ખીચડી ને શાક તૈયાર.. કેટલું અદભુત !
Comments
Post a Comment