બધા લોકો એવું વિચારી રહયા છે લોકડાઉન પહેલા કંઈક ને કંઈક કામ કરતા હતા?

અત્યારે ખબર પડે છે કે આપણી પાસે સમય જ સમય છે.જાણે બાળપન માં સમય પસાર કરતા હતા એમ ટાઈમની કોઈ કમી નથી હોતી જિંદગીમાં. ભગવાને ભરપૂર સમય આપ્યો છે. શું કરીએ શું ના કરીએ!!! 



લોકડાઉન તબક્કાવાર ખૂલશે એમ  પછી આપણી જિંદગી પણ અત્યારે છે એટલી શાંતિ ની નહીં રહે.  અગાઉના કરતાં વધારે કામ કરવું પડશે. છતાં પહેલાં જેટલા બિઝી નહીં રહીએ. વધારે મહેનત કર્યા પછી પણ આપણને લાગવાનું છે કે આપણી પાસે હજુય સમય છે. ખરેખર, આવું થશે?

હા, અત્યારે ઘરે રહીને વિચાર આવે છે કે નોર્મલ દિવસોમાં આપણે કેટલો ખર્ચ કરતા હતા સમયનો એ પછી ખાવાનો હોય કે પછી ફરવાનો આવા અનેક ખર્ચા કરીએ છે . પછી બહાનાં કાઢતા હતા-આજકાલ ટાઈમ જ ક્યાં છે, જુઓને, લાઈફ કેટલી બિઝી થઈ ગઈ છે.


 બિઝી નથી થઈ ગઈ હોતી, આપણને મેનેજ કરતાં નથી ફાવતી.  દુનિયા માં  સફળ થયેલ વ્યકિત કે દિવસની એક-એક મિનિટનો તેઓ ઉપયોગ કરતા હોય છે. તેઓ મોટા માણસ છે એટલે એમની એક-એક મિનિટ કીમતી છે એવું નથી. એમણે હંમેશાં પોતાની એક-એક મિનિટ કીમતી ગણી છે એટલે તેઓ મોટા માણસ બન્યા. 
એ લોકો દરેક સમય દરેક પળ કંઈક ન કંઈક કામ કરતા હોય છે. 

એમની જેમ આપણને પણ દરેક મિનિટનો નક્કર ઉપયોગ કરતાં આવડી જશે ત્યારે આપણે પણ એમના જેવા બની જઈશું.લોકડાઉનના આ ગાળામાં ક્યાંય જવાતું નથી. ત્યારે આ બધું રિયલાઈઝ થાય છે કે નોર્મલ દિવસોમાં આપણે કામમાં જેટલા વ્યસ્ત હોઈએ છીએઆપણે દિવસ દરમિયાન આપણે  ઊંઘ સિવાયના બાકીના ૧૪ કલાક શું આપણે પૂરેપૂરા વાપરીએ છીએ?ભાગ્ય જ કોઈ પૂરેપૂરો ઉપયોગ કરતા હશે. અને બીજા નો જવાબ ના!!! 

કામના એ કલાકો દરમિયાન એક પણ મિનિટ વેડફાય નહીં એક મિનિટ વેડફાય નહિ એ જોવુ જોઈએ



 નોકરી હોય કે  ઓફિસ બધા અંદરોઅંદર ચર્ચા, ચા-પાણી વોટસએપ, ફેસબુક આ બધો સમય વેડફાય છે. કામના સમય દરમિયાન પણ આપણે કામ નથી કરતા. આ એ સમય છે જેના માટે આપણને પગાર આપવામાં આવે છે. આ એ સમય છે જે આપણાં ધંધા-વ્યવસાયનો સમય છે. જેમાંથી આપણી આજીવિકા આવે છે.  એમાં થતો વેડફાટ અટકાવવો પડશે. અત્યારે લોકડાઉનના સમયમાં શાંતિ છે કશું કામ નથી ત્યારે વિચાર કરીને આ રીતે વેડફાતા કલાકો અને આ રીતે સરી જતી મિનિટો વિશે મનોમન રિફ્લેક્ટ કરીએ. તેની રોકવા માટે શું કરી શકાય તે વિચારીએ?.કામના સમયે ફોનનો મિનિમમ ઉપયોગ કરીએ તો સારું.કામના સમયે કોઈનીય સાથે કામ સિવાયની વાતો નહીં. મગજમાં કામ સિવાયના કોઈ વિચારો લાવવાના જ નહીં. 

આપણે  કોઈ પણ field હોય જેમાં આપને રુચિ ધરાવતા હોય તેમાં જ કામ કરતા હોઈએ છે. આપણે બને તેટલું કામ માં ધ્યાન કેન્દ્રિત કરી ને સારામાં સારું કરી શકીએ છે. કામ કરવું જ હોય મનથી બધુ possible  છે.એકસરસાઈઝ કરવા માટે જિમ જતાં હોઈએ કે કોઈ સ્પોર્ટ્સ રમવા માટે જતાં હોઈએ તો ત્યાં ટોળટપ્પા ટાળીએ.

( નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?