મુખ્યમંત્રીશ્રીએ આજે પોતાના નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમ દ્વારા વિવિધ શહેરોના શ્રમિકો, કામદારો સાથે વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.... CMO GUJARAT

કોરોના મહામારીના લીધે લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના છેવાડાના ગરીબ માણસને પણ કોઈ અગવડ ન પડે તેની દરકાર રાખવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આગ્રહ રહ્યો છે.  

આ જ લાગણી સાથે મુખ્યમંત્રીશ્રીએ આજે પોતાના નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમ દ્વારા વિવિધ શહેરોના શ્રમિકો, કામદારો સાથે વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. 
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતની ઓટોમોબાઇલ પાર્ટસ ઉત્પાદન કંપનીમાં આશ્રયગ્રસ્ત શ્રમિકો, વડોદરા મકરપૂરામાં કાર્યરત ઓઇલ મિલ સંકુલમાં રહેલા કામદારો તેમજ અમદાવાદના ચાંગોદરની બેકરી પ્રોડકટસ કંપનીના કારીગરો જેઓ સંકુલમાં જ હાલ વસવાટ કરે છે તેમની સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ શ્રમિકો માટે ઉદ્યોગગૃહોએ કરેલી આવાસ-ભોજન-નિવાસ વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોની જાળવણી અંગેની માહિતી આ કારીગરો સાથે સંવાદ કરીને મેળવી હતી. તેમણે સુરત મહાનગરમાં શેલ્ટર હોમમાં આશ્રયગ્રસ્ત મધ્યપ્રદેશના-૧૯, યુ.પી.ના-૧પ, મહારાષ્ટ્રના-૧૧, બિહારના-૧ર તેમજ ગુજરાતના સુદૂર જિલ્લાઓના પ૧ જેટલા શ્રમિકો સાથે પણ સંવાદ કર્યો હતો.

Comments

Popular posts from this blog

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

વડોદરામાં ભર ઉનાળામાં પાલિકા દ્વારા પાણી કાપ. જાણો કયા વિસ્તારમાં નહિ મળે પાણી.......

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??