લોકડાઉન નો છેલ્લો તબક્કો ખૂબ જ નિર્ણયક : ચુસ્ત અમલ કરાવાશે : DGP શિવાનંદ ઝા
શિવાનંદ ઝા એ પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે લોકડાઉન નો અંતિમ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
• લોકડાઉન નો ચુસ્ત પણે અમલ કરાવાશે. સંક્રમણ રોકવાનું એકમાત્ર હથિયાર છે લોકડાઉન.
• ત્યારે પોલીસ તંત્ર ને ચોક્કસ દિશા નિર્દશો આપી દેવામાં આવ્યા છે સંક્રમણ વાળા વિસ્તારમાં વધુ ચેકિંગ હાથ ધરાશે.
• જે દુકાનો ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે ત્યા યોગ્ય રીતે social distancing નુ પાલન થાય તેની પર પણ પોલીસ વિભાગ સતત નજર રાખી રહયુ છે.
• કોઈ પણ પ્રતિબંધિત દુકાનો ખૂલે નહી અને ટોળા ભેગા ના થાય તેનું ધ્યાન રાખી રહયું છે
• જો એવુ કંઈ પણ ધ્યાનમાં આવશે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે.
• તેમણે અમદાવાદ માં વધી રહેલા કેસો ને લઇ ને જણાવ્યું હતું કે લોકોએ social distancing અને સરકાર ના આદેશ નુ પાલન કરવું જોઈએ .
• શહેરોમાં ઘણા વિસ્તારો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં લોકો તંત્ર ને સહયોગ આપે.
• લોકોએ દરરોજ બહાર નીકળવાનુ ટાળવું જોઈએ બે ત્રણ દિવસની ખરીદી કરી લઈને દરરોજ બહાર નિકળવાનું ટાળવું જોઈએ
• ગુજરાત ના ઘણા શહેરમાં પોલીસ પર હુમલા થયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે હુમલાખોરો સામે કડક પગલાં લેવામાં આવશે.
• આમ સોશિયલ મીડિયા માં પણ ધ્યાન રાખી રહય છે જેથી કરીને અફવાઓ ને રોકી શકાય.
• સોસાયટી ના cctv પણ ચેક કરીને ગુના નોંધવામાં આવી રહયા છે.
• drone Servellance થી પણ મોટી સંખ્યામાં ગુનાઓ નોંધાયા છે.
• આમ આ લડાઈ માં લોકો પોલીસ તંત્ર ને સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી.
Comments
Post a Comment