IT કંપનીઓ માટે ' work from home ' ની સમય મર્યાદા માં વધારો થશે : રવિશંકર પ્રસાદ
દુનિયા માટે કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.ત્યારે કેન્દ્રીય મંત્રી એ નિવેદન આપ્યું હતું કે. ...
• તમામ IT કંપનીઓ માં કામ કરતા લોકો માટે ૩૧ જુલાઈ સુધી 'work from home ' માં લંબાવવામાં આવશે. મહત્વનું છે કે IT કંપનીઓ નું ૮૫℅ કામ ઘરથી થઈ રહયું છે.
• જણાવી દઈએ કે પહેલા સમય મર્યાદા ૩૦ એપ્રિલ સુધી હતી .
• આ અંગે રાજયોના મુખ્યમંત્રી શ્રી અને અધિકારીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ થઈ મિટીંગ કરીને જાણ કરી હતી .
• તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરેથી કામ કરવું એક નવું ચલણ બની જાય તેમજ યુવાનો એ નવા સ્ટાર્ટઅપ માં રોકાણ કરવા જણાવ્યું હતું
• તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં ઈલેક્ટ્રોનિકસ ઉત્પાદન ક્ષેત્રે આવનારી તેજી ને કોરોના મહામારી ને તક સમાન બનાવીને રાજય સરકારો લાભ ઊઠાવે.
• હાલ આખી દુનિયા ચીનથી નારાજ છે ત્યારે ભારતમાં નવી વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે. અને વ્યાપાર ક્ષેત્રે ખૂબ જ મોટો લાભ મળી શકે.
• આગામી સમય સુવર્ણ તક છે ચીન વિરુદ્ધ બળાપો કરનારા દેશો ભારતમાં રોકાણ કરી શકે. તેમા રાજ્ય સરકાર તરફથી મળતો સહયોગ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.
• આમ કોરોના ની લડાઈ લાંબી છે પણ આવનારો સમય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે. અને ભારત માં નવી તકો અને નવા રોજગાર પણ મળી શકશે.
Comments
Post a Comment