નિતિનભાઈ પટેલ ધ્વારા લોકડાઉન પછી લોકોને રાહત મળી રહે તે રીતે પેકેજ ની આવનાર દિવસોમાં જાહેરાત કરી શકે!!
•વૈશ્વિક મહામારી સામે લોકોના વેપાર ધંધા બંધ થતા સરકાર દ્વારા લોકોને ફાયદાકારક પેકેજ જાહેર થઈ શકે.
• નિતિન પટેલ ધ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.
•.છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં તમામ નાના-મધ્યમ વેપારીઓની દુકાનો બંધ છે.
• કારીગરોની રોજગારી પણ બંધ છે અને કોઇપણ પ્રકારનું કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન કરતા લાખો વ્યક્તિઓને આવક ખૂબ જ ઓછી થઇ ગયેલ છે અથવા બંધ છે.
• તેવા લાખો લોકોને રાજ્યની નાગરીક સહકારી બેંકો મોટા પ્રમાણમાં લોન આપે અને આ લોન ઉપરના વ્યાજમાં રાજ્ય સરકાર વ્યાજ સહાય સબસીડી આપે તે માટેનું પેકેજ તૈયાર કરવા માટે ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશન અને જિલ્લા સહકારી બેંકોના ફેડરેશન સાથે તથા આ બેંકોના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ પેકેજ તૈયાર કરી માન.મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણા કરી, આ યોજનાની જાહેરાત કરવામાં આવશે.
• જેનો લાભ નાના વેપારીઓ, કારીગરો અને શ્રમિકોને મોટા પ્રમાણમાં મળશે.
Comments
Post a Comment